Tuesday, September 13, 2005

એકલો જાને રે

રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ-મહાદેવભાઇ દેસાઇ)

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! - તારી જો ...

જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! - તારી જો ...

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! - તારી જો ...

જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! - તારી જો ...

9 Comments:

Blogger ધવલ said...

Was this song addressed to Gandhiji ?

3:55 AM +00:00  
Blogger પ્રત્યાયન said...

You raised a very logical quetion..Its is very likely!

8:57 AM +00:00  
Blogger Siddharth said...

યાદ નથી ક્યાં પણ ક્યાંક જરૂરથી વાંચેલુ છે કે આ ગીત ગાંધીજીને ઉદ્દેશીને લખેલ.

સિદ્ધાર્થ શાહ

2:16 AM +00:00  
Anonymous Anonymous said...

excellent ! i was just remembering my school days in CN Vidhya vihar Prarthna mandir !!

"te hino divaso gatah:"

Mehul Shah, Sydney

5:35 AM +00:00  
Blogger વિવેક said...

અદભૂત!

1:46 PM +00:00  
Blogger વણઝારો said...

આવુ જ કાઈક ,

હમ તો અકેલે હી ચલે થે જાનિબે મંજિલ મગર
લોગ મિલતે ગયે ઓર કારવાન બનતા ગયા.

7:48 AM +00:00  
Anonymous Anonymous said...

મને આ કાવ્ય ખૂબ જ ગમે છે.તે મૂકવા બદલ અભિનંદન
-રાજેશ્વરી શુક્લ

8:03 AM +00:00  
Anonymous Anonymous said...

મારું અતિ પ્રિય ગીત.અભિનંદન અને આભાર.

nilam doshi

http://paramujas.wordpress.com

10:06 AM +00:00  
Anonymous nilam doshi said...

મારું અતિ પ્રિય ગીત.આભાર સાથે અભિનંદન.

nilam doshi

http://paramujas.wordpress.com

10:09 AM +00:00  

Post a Comment

<< Home