Tuesday, July 26, 2005

પ્રાપ્તિ

ધૈવત શુક્લ (Dhaivat Shukla)


પ્રાપ્ત થાઓ મને
સ્થળ કાળ મારા
જ્યાં પ્રકટ અસ્તિત્વ મારું
પુર્ણ ને ચોફેર વ્યાપ્ત.....


દ્રુષ્ટિ થકી જોવાય સ્થિર
અને જોવાય ચંચળ
મળે જોવા નજદીક ને અંતર
બાહર અને ભીતર...


ચોપાસ લહેરાતું સતત
ફેલાય ચારેકોર એવું એક
પોતીકું જ આ
બ્રહ્માંડ મારું....


એક એવું
જે અહીં, હમણાં ને અત્યારે,
શકે ઇચ્છી, પ્રકાશિત પુર્ણ હોવું
ને પછી જોવું
અહીં, હમણાં ને અત્યારે
જ્યાં પ્રકટ અસ્તિત્વ મારું....

5 Comments:

Anonymous Anonymous said...

કેમ છો પંચમજી !

આશા રાખુ છું કે ઓળખાણ પડશે.

અમેરિકા થી સારંગ ભાવસાર ના સાદર નમષ્કાર :-)
SV ના ગુજુ બ્લોગ માંથી તમારી લિંક મળી.

આ પ્રત્યાયન ને વહેતો રાખજો.

આવજો. ફરી મળીશું, અહીં જ.

સારંગ ભાવસાર

12:07 AM +00:00  
Anonymous Anonymous said...

Hello sarang
Thanks for visiting this blog.
I don not have your email id...pls let me know.

Here is my webpage for my contact details:
http://www.commsp.ee.ic.ac.uk/~pancham/index.html

8:51 AM +00:00  
Blogger Siddharth said...

પંચમભાઈ,


તમારી કવિતાઓ વાંચી હતી, માણી હતી પણ ખબર નહોતી કે તમે પણ ગુજરાતી બ્લોગ ચાલુ કરેલ છે. ઘણો જ આનંદ થયો આજે મુલાકાત લઈને.


તમે તો પોતે જ કવિ છો એટલે ઘણી જ મૂળસ્વરૂપની રચનાઓ અહી જોવા મળશે જ.


ખૂબ ખૂબ શુભેચ્છાઓ...


સિદ્ધાર્થ શાહ

12:19 PM +00:00  
Blogger Gujarati said...

પંચમભાઈ.
રામ રામ
તમારી કવિતા વાંચી આંનદ થયો અને સિધ્ધાર્થભાઈની કવિતા સારી હોય છે તેમના બ્લોગની પણ મુલાકાત લે જો.
અશોક ઓડેદરા

6:00 PM +00:00  
Blogger Siddharth said...

hi Panchambhai,

I encountered this site which actually worth looking at.

http://groups.blogdigger.com/groups.jsp?id=1619

check it out and let me know what you feel.

Siddharth

5:41 PM +00:00  

Post a Comment

<< Home