Wednesday, August 08, 2007

નવું સરનામું

Please note the new address of this blog: http://spancham.wordpress.com

આ બ્લૉગ આ જ નામ ('પ્રત્યાયન') સાથે નવા ઠેકાણે ઠલવાય છે.
નવું ઠેકાણું છેઃ http://spancham.wordpress.com

Monday, April 17, 2006

Rajendra Shukla’s Poems

Public release of well known Gujarati poetShree Rajendra Shukla’s
‘Gazal-Samhita’: a set of 5 booksa work of almost 30 years…..450 Gujarati Gazals….in just Rs 300.The poet himself has not shown any interest in publishing for last 25 years after his second collection of poems in 1981 (Antar Gaandhaar).The close friends and die-hard fans of him finally managed everything from publishing to public release of his work on 4th Sep 2005 in Gajjar Hall, Ahmedabad.Let us contribute (invest) a little towards Gujarati and to appreciate the poet’s 30 years of work by purchasing this set. This is really a good set to gift fellow friends and relatives.
You may obtain this set from:
Gazal Samhita
SaHraday Prakashan714,
Anand Mangal-3
Opp street to Doctors’ House
Ambavadi, Ahmedabad 380006
Phone: 079-26861764, 26404365
Mobile: 09898421234, 09327022755
Other detail:http://www.commsp.ee.ic.ac.uk/~pancham/mystuff.html

Tuesday, September 13, 2005

એકલો જાને રે

રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ-મહાદેવભાઇ દેસાઇ)

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! - તારી જો ...

જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! - તારી જો ...

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! - તારી જો ...

જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! - તારી જો ...

Monday, September 12, 2005

ઉઠ તો ચલે

દિલપકુમાર-નરગીસ અભિનીત ચલચિત્ર જોગન (1949) માંથી

મીરાબાઈ

ઉઠ તો ચલે અવધૂત, ઉઠ તો ચલે અવધૂત.
મઢી મેં કોઇ ના બિરાજે.
ઉઠ તો ચલે અવધૂત, ઉઠ તો ચલે અવધૂત.


પંથી થા સો પંથ સિધારા,
આસન પઙી હે ભભૂત.
ઉઠ તો ચલે અવધૂત.

સંગી સનેહી કોઇ ન અપના,
સર પર જમ કા દૂત.
ઉઠ તો ચલે અવધૂત.

મીરા કે પ્રભુ બંધન તૂટા,
તૂટા કાચા સૂત.

ઉઠ તો ચલે અવધૂત.

Tuesday, July 26, 2005

પ્રાપ્તિ

ધૈવત શુક્લ (Dhaivat Shukla)


પ્રાપ્ત થાઓ મને
સ્થળ કાળ મારા
જ્યાં પ્રકટ અસ્તિત્વ મારું
પુર્ણ ને ચોફેર વ્યાપ્ત.....


દ્રુષ્ટિ થકી જોવાય સ્થિર
અને જોવાય ચંચળ
મળે જોવા નજદીક ને અંતર
બાહર અને ભીતર...


ચોપાસ લહેરાતું સતત
ફેલાય ચારેકોર એવું એક
પોતીકું જ આ
બ્રહ્માંડ મારું....


એક એવું
જે અહીં, હમણાં ને અત્યારે,
શકે ઇચ્છી, પ્રકાશિત પુર્ણ હોવું
ને પછી જોવું
અહીં, હમણાં ને અત્યારે
જ્યાં પ્રકટ અસ્તિત્વ મારું....

Tuesday, July 19, 2005

મનને સમજાવો નહીં

Monday, July 18, 2005

તસ્બી: નિર્વાણતંદ્રા

પંચમ શુક્લ (Pancham Shukla)

અચાનક અકળ કૈં દ્રવી જાય છે,
ઝીલું ત્યાંજ એ ઝરમરી જાય છે.

ધધખતાં હ્રદયની ધમણ ફૂંક પર,
રુધિર લોહરસમાં ઢળી જાય છે.

સરી જાય વિષદંશનું યે દહન,
સ્મરણ એક એવું ડસી જાય છે.

રસસ્ફિત સકળ અવયવો શુષ્ક થઇ,
ક્રમેક્રમ કમશઃ ખરી જાય છે.

મૂકી સ્વપ્નને બાણશૈય્યા ઉપર,
સ્વયં ઊંઘ ઝોકે ચડી જાય છે.

સ્વયં ઊંઘ ઝોકે ચડી જાય છે,
અચાનક અકળ કૈં દ્રવી જાય છે.